પાલીતાણાની સગીરા પરનાં દુષ્કર્મી શિક્ષકને કડક સજાની માંગ સાથે કલેકટરને આવેદન

707

ભાવનગર  કલેક્ટર કચેરી ખાતે ક્રાંતિસેના તથા મુસ્લિમ યંગ ગ્રુપ દ્વારા પાલીતાણા માં સગીર વયની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેને લઈને આજે ભાવનગર કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું જેમાં લમપટ શિક્ષકને જલ્દી કેસનો નિકાલ કરી પીડિતાને ન્યાય આપવામાં આવે અને લમપટ શિક્ષક તથા તેને સાથ આપનાર પોલીસ સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભાવનગર કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી જેમાં ક્રાંતિસેના તથા ભાવનગર મુસ્લિમ યંગ ગ્રુપ દ્વારા અલગ – અલગ બેનરો તથા નારા ઓ સાથે ભાવનગર કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી આ કાર્યકમ માં પીડિતાને ભણવું હોય ત્યાં સુધી નો તમામ ખર્ચ ગુજરાત સરકાર આપે તથા સરકારી ધારા ધોરણસરનું વળતર ચુકવવામાં આવે તથા આ કેસનો છ મહિનામાં નિકાલ કરવામાં આવે તેવું કલેક્ટરને રજુઆત તથા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્ર માં એમ કે રાઠોડ ક્રાંતિ સેના અધ્યક્ષ , સમશાદ ખાન પઠાણ એડવોકેટ અમદાવાદ , સફીભાઈ સૈયદ , ડો.આસિફ પાંચા , ઇરફાન મહેતર , મયુદીન દલ , અ. કાદર ભાઈ અમદાવાદ, જાવેદ પઠાણ, એમ.આઈ. સોલંકી , યુસુફભાઇ પરમાર, અમીનભાઈ સોલંકી , ખેરૂનીશાબેન વગેરે હાજર રહ્યા હતા.

Previous articleટીંબી હોસ્પીટલની મુલાકાત લેતા વડોદરાનાં સ્વામી માર્ગ્યસ્મિતજી
Next articleજાફરાબાદ કેળવણી મંડળની શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો