શહેરના સિંધુનગરમાં આવેલ વડવાળા ચામુંડા માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રી અને આઠમ નિમિત્તે નવચંડી હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન પરિવારે પૂજન તથા હવન વિધીનો લાભ લીધો હતો. તેમજ ખાંડીયાકુવા ખોડીયાર મંદિર ખાતે પણ માતાજીનો આઠમનો હવન કરાયો હતો. ભાવિકોએ પણ માતાજીના દર્શન અને યજ્ઞદર્શનનો લાભ લીધો હતો. તસ્વીર : મનિષ ડાભી