રૉયલ ચેલન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહીલ પર શનિવારે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ફરી એકવાર ક્રિકેટના નિયમોના ધજ્જીયા ઉડ્યાં છે.
આઇપીએલની આ મેચમાં સ્લૉ ઓવર રેટના કારણે કેપ્ટન કોહલીને દંડ ફટકારવામાં આવ્યો હતો. રિપોટ્ર્સ અનુસાર આ દંડ લગભગ ૧૨ લાખનો છે. આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટ અનુસાર, ટીમનો આ પહેલો ગુનો હતો. જેમાં કોહલીને દંડ થયો છે.
આ પહેલા ધોનીને પણ ૫૦ ટકા મેચ ફીનો દંડ થયો હતો. રાજસ્થાન સામેની મેચમાં ધોની એક નૉબૉલને લઇને મેદાન પર એમ્પાયર સાથે ચર્ચા કરવા દોડી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, મેચમાં આરસીબીને ટૂર્નામેન્ટની પહેલી જીત મળી હતી. બેંગ્લૉરે પંજાબને ૫ વિકેટથી માત આપી હતી.