બ્રિટનમાં ૩૦મી મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતનો દિવસ નજીક આવી રહ્યો છે. સોમવારના રોજ મુંબઇમાં મિશન વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાશે. ટીમ ઇન્ડિયા માટે કેટલાંય ચહેરા તો નક્કી મનાય છે પરંતુ કેટલાંક સસ્પેંસ છે. સૌથી મોટો પ્રશ્ન બીજા વિકેટકીપરનો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકર્તા ઉપલબ્ધ વિકલ્પો, દિનેશ કાર્તિક અને ઋષભ પંતના નામને લઇ ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. ખૂબ જ અનુભવ બાદ પણ મોટી ઇનિંગ્સ રમવાની કાર્તિકની ક્ષમતા પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. જ્યારે પંતના સતત આક્રમક શૉટ રમવાના પ્રયાસ પર પણ શંકાના ઘેરામાં છે. સૂત્રે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ હાર્દિક સિવાય બીજા એક ખેલાડીની શોધ છે જે ધોની જેવા રનરેટના દબાણને ઓછી કરી શકે. મળતી માહિતી પ્રમાણે પસંદગીકર્તા માર્ચમાં ઑસ્ટ્રેલિયાની સામે રમાયેલ ઘર આંગણે વનડે સીરીઝ માટે પસંદ કરેલી ટીમમાં ખાસ ફેરફાર કરવાના પક્ષમાં નથી. એમએસકે પ્રસાદના નેતૃત્વવાળી પસંદગી સમિતિની બેઠક સોમવારના રોજ ૧૫ એપ્રિલના દિવસે મુંબઇમાં થશે અને બપોરે પત્રકાર પરિષદ દ્વારા ટીમ પરથી પડદો ઉઠાવાશે. તેની સાથે જ એ પણ ખબર પડી કે ટીમ મેનેજમેન્ટ ઑલરાઉન્ડર તરીકે વિજય શંકરની રમતથી ખાસ્સા પ્રભાવિત છે. તેનો અર્થ એ થયો કે અંબાતી રાયડુ જેમણે ઓક્ટોબરમાં નંબર ચાર તરીકે પસંદ કરાતો હતો. હાર્કિદ પંડ્યા ટીમ જશે તે પાક્કું મનાય છે. શંકરને ટીમમાં પસંદ કરતાં ટીમને ઝડપી આક્રમણ બોલર્સ, જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર સામેલ છે તેમાં એક વિકલ્પ મળી જાય છે. તેનાથી બીજા એક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે પણ જગ્યા બની શકે છે જેને સપ્ટેમ્બરમાં સીમિત ઓવર ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી.આપને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ૫મી જૂનના રોજ દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ કરશે. ૧૪ જુલાઇ, ૨૦૧૯ના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ લૉર્ડસમાં રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ ૪૮ મેચ રમાશે.