નવી દિલ્હીઃ મર્સિડીઝ ટીમના બ્રિટેશ ચાલક લુઇસ હેમિલ્ટન (ન્ીુૈજ ૐટ્ઠદ્બૈઙ્મર્ંહ)એ રવિવારે શંઘાઈ ઈન્ટરનેશનલ સર્કિટ પર આયોજીત સાઇનીઝ ગ્રાં પ્રી રેસ જીતીને પોતાનું નામ રમત ઈતિહાસમાં અમર કરી દીધું છે. આ એફ-૧ વિશ્વ ચેમ્પિયનશિપ ઈતિહાસની ૧૦૦૦મી રેસ હતી. હેમિલ્ટને ૯૦૦મી રેસ પણ જીતી હતી અને તે અત્યાર સુધી હાલના ચાલકોમાં સૌથી વધુ ૭૫ વખત પ્રથમ સ્થાન હાસિલ કરી ચુક્યો છે.
એફ-૧ ઈતિહાસમાં બ્રિટિશ ચાલકોનો બોલબાલા રહી છે. ૧૦૦૦માંથી ૨૭૯ વખત બ્રિટનના ચાલકોએ રેસમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. તેમાં ૭૫ જીતની સાથે હેમિલ્ટન સૌથી વધુ આગળ છે. આમ એફ-૧ ઈતિહાસમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ જર્મનીનો ચાલક માઇકલ શૂમાકરના નામે છે. શૂમાકરે કુલ ૯૧ રેસ જીતી છે. જર્મન ચાલક ૧૭૮ વાર પ્રથમ સ્થાન હાસિલ કરવામાં સફળ રહ્યાં છે.
બ્રિટિશ ચાલકોની વાત કરીએ તો બેમિલ્ટન બાદ નિગેલ મૈંશેલે ૩૧, જૈકી સ્ટીવાર્ટે ૨૭, જિમ ક્લાર્કે ૨૫, ડેમન હિલે ૨૨, ર્સ્ટલિંગ મોસે ૧૬, જેનસન બટને ૧૫, ગ્રાહમ હિલે ૪, ડેવિડ કોર્ટલૈન્ડે ૧૩, જેમ્સ હન્ટે ૧૦, ટોની બ્રૂક્સે ૬, જોન સર્ટીસે ૬, જોન વોટસન ૫, એડી ઇર્વિને ૪, માઇક હોથોર્ને ૩, પીટર કોલિંગે ૩, જોની હર્બર્ટે ૩, ઇનેસ આયર્લેન્ડ અને પીટર હેટહિને એક-એક રેસ જીતી છે.
જર્મન ચાલકોની વાત કરીએ તો શૂમાકરે ૯૧, શંઘાઈમાં ત્રીજા સ્થાન પર રહેલા સબાસ્ટિયન વિટેલે ૫૨, નિકો રોસબર્ગે ૨૩, રાલ્ફ શૂમાકરે ૬સ હેંજ ફ્રેન્ટજેને ૩, વૂલ્ફગૈંગ ટ્રિપ્સે બે અને જોચેન માસે એક રેસ જીતી છે.
એફ-૧ના ઈતિહાસમાં માત્ર બ્રિટન, જર્મની અને બ્રાઝીલના ચાલક ૧૦૦થી વધુ રેસ જીતી શક્યા છે. બ્રાઝીલની વાત કરીએ તો તેણે એફ-૧ આયકન એર્ટન સેનાએ ૪૧ વાર પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. જ્યારે નેલ્સન પિગ્વેટે ૨૩, એમર્સન ફિટ્ટીપાલ્ડીએ ૧૪, રૂબેન્સ બારીચેલોએ ૧૧, ફિલિપ માસાએ ૧૧ અને કાર્લોસ પેસે ૧ એક રેસ જીતી છે.