ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

515

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૨૮૨૭.૩૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબારી સપ્તાહ દરમિયાન ટોચની ૧૦ કંપનીઓમાં આઇટી, હિન્દુસ્તાન યુનીલીવર, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ અને ભારતીય સ્ટેટ બેંકને ભારે નુકસાન થઇ રહ્યું છે. ટીસીએસની માર્કેટ મૂડી સૌથી વધુ ૧૪૧૪૬.૫ કરોડ રૂપિયા ઘટીને ૭૫૫૬૩૬.૪૭ કરોડ થઇ ગઇ છે જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ઘટીને ૧૧૬૮૩૯.૮૦ કરોડ થઇ ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ઘટીને ૮૫૦૬૨૮.૬૩ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મૂડી ઘટીને ૩૪૮૮૦૬.૨૫ કરોડ થઇ છે.

ભારતીય સ્ટેટ બેંકની માર્કેટ મૂડી પણ છેલ્લા સપ્તાના કારોબાર દરમિયાન ઘટી છે. બીજી બાજુ ઉથલપાથલના દોર વચ્ચે આઈટીસીની માર્કેટ મૂડી વધી છે. તેની માર્કેટ મૂડી સપ્તાહના ગાળામાં ૧૩૪૨૩.૨ કરોડ રૂપિયા વધીને ૩૭૪૬૨૩.૭૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં પણ વધારો નોંધાયો છે. બજાર માર્કેટ મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટોપ ઉપર છે ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી, ઇન્ફોસીસ, ભારતીય સ્ટેટ બેંક, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ ૯૫ પોઇન્ટ ઘટીને શુક્રવારના દિવસે ૩૮૭૬૭ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓની માર્કેટ મૂડી ઘટી ગયા બાદ હવે ફરી એકવાર આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન બજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. માર્કેટ મૂડી વધારવાને લઇને સ્પર્ધા શરૂ થશે.

Previous articleજેટના પાયલોટ સ્પાઇસમાં ૫૦ ટકા ઓછા પગાર સાથે
Next articleઇન્ડિગો મતદાન પ્રચાર રથને પ્રસ્થાન