અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત લઇ જવાતો દારૃના જથ્થા સાથે એક ઈસમને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમીરગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાનાઓએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ગે.કા.દારૃની હેરાફેરી અટકાવવા સારું બોર્ડર ચેકપોસ્ટો ઉપર નાકાબંધી કરી કડક અમલવારી કરવા સૂચના કરતા સી.પી.ચૌધરી તથા પી.વી.વાઘેલા પોસઇ, અમીરગઢના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફ્ના પ્રવીણભાઈ, હસમુખદાન, હસમુખભાઈ દિલીપભાઈ તથા મ્જીહ્લની ડી કંપની ૩૭ બટાલિયનના જવાનો તથા જીજી્ના બી.ડી. હીરાની તથા તેમની ટીમના માણસોએ સંયુક્ત રીતે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગમાં હતા. દરમિયાન ટ્રક ગાડીમાં સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૃ બોટલ નંગ.૯૨૮૮ કિં.રૃ.૨૨,૮૯,૬૦૦/- તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૃ.૨૮,૦૧,૧૦૦/-નો મુદ્દામાલ મળી આવતા ટ્રક ગાડીના ચાલક સહીરામ બિરબલરામ જાટ રહે.બિકાનેરવાળાની ધરપકડ કરી તેના સામે તથા નાસી જનાર ઇસમના સામે પ્રોહિબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરેલ છે.