બહુચર માતાજીની શોભાયત્રામાં બહુ મોટી રાખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા

922

યાત્રાધામ બેચરાજીમાંમાં દુર્ગાષ્ટમીના દિવસેમાં બહુચરની નીકળેલી શોભાયત્રામાં બહુ મોટી રાખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડયા હતા. બહુચરાજીમાં શનિવારે રાત્રે ૯.૩૦ કલાકે માતાજીની સવારી નીકળી હતી. અને માતાજીની સવારી મંદિરે પરત આવ્યાં બાદ રાત્રે ૧૨.૦૦ કલાકે પલ્લી(નવૈધ)ભરવામાં આવી હતી. નવરાત્રીના પ્રથમ દિવસથી પુનમ સુધી શકિતસ્વરૃપની ઉપાસના કરવા માટે બેચરાજીમા હજારોની સંખ્યામાં ભાવિકભકતો ઉમટી પડે છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં શકિતપીઠ બેચરાજીમાં શાસ્ત્રોકતવીધિથી થી શરૃ થયેલ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ચૈત્રેસુદ એકમે ઘટસ્થાપનવિધિ થી શરૃ થયેલ નવરાત્રી હોમહવન,પુજાઅર્ચના સાથે ઉજવાઇ રહી છે. જેમાં શતચંડીયજ્ઞાનું વિશેષ મહત્વ છે. સતત ત્રણ દિવસ સુધી ચાલેલાં શતચંડીયજ્ઞાની પૂર્ણાહુતિ દુર્ગાષ્ટમીના દિવસે સાંજે ૪.૩૦ કલાકે થઇ હતી. રાત્રે ૯.૩૦ કલાકે માતાજીની શોભાયાત્રા નીકળી હતી. માતાજીની સવારી પરત આવ્યાબાદ રાત્રે ૧૨.૦૦ કલાકે પલ્લી(નવૈધ)ભરવમાં આવી હતી. આ બન્ને પ્રસંગમાં બહુ મોટી સખ્યામાં માઇભકતો હાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે દર પુનમે,ચૈત્ર અને આસો મહિનાની આઠમે અને વિજયાદશમીના દિવસે માતાજીની પાલખી નીકળે છે. વર્ષમાં ૧૫ વખત નીકતી શોભાયાત્રાઓમાં વિજયાદશમીના દિવસે નીકતી શોભાયાત્રાને બાદ કરતા તમામ શોભાયાત્રા રાત્રે ૯.૩૦ કલાકે નીકળે છે.

 

Previous articleઅધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વડોદરામાં મતદાન જાગૃતતા રેલી યોજાઈ
Next articleબાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને ૫૧૩ વાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યોઃ સેના