વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

651

દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયાનાં પહેલી વખત ઉડાન ભરી છે. આ વિમાનનું પરીક્ષણ આશરે અઢી કલાક સુધી મોજાવે રેગિસ્તાન પર કરવામાં આવ્યું છે. આ વિમાનમાં ૬ બોઈન્ગ ૭૪૭ એન્જિન લાગેલા છે. વિમાનનો પંખો એક ફુટબોલ મેદાન કરતા પણ મોટો છે. જેને સ્કેલ્ડ કમ્પોડિટ્‌સ એન્જિનીયરિંગ કંપનીએ તૈયાર કર્યો છે. આ વિમાન રોકેટ અને ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની  સ્પેસ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને સ્પેસમાં મોકલવામાં આવે છે. જો આ યોજના સફળ નિવડશે તો ઉપગ્રહોને સ્પેસ સુધી પહોંચાડવા માટે આ વિમાન શ્રેષ્ઠ વિકલ્પ હશે અને ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ ઓછો થશે.

આ બે એરક્રાફ્ટ બોડીવાળું વિમાન છે. જેની બોડી પરસ્પર જોડાયેલી છે. વિમાનમાં ૬ એન્જિન લગાડવામાં આવ્યા છે. વિમાનના પંખાની લંબાઈ ૩૮૫ ફુટ છે. વિમાન પહેલી ઉડાનમાં જ ૧૫ હજાર ફુટે પહોંચ્યું હતું. આ દરમિયાન તેની ગતિ ૧૭૦ માઈલ પ્રતિ કલાક રહી હતી. જેને સેટેલાઈટના લોન્ચ પેડ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

Previous articleબાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને ૫૧૩ વાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યોઃ સેના
Next articleમુફ્તી-અબ્દુલ્લા પરિવારની વિદાય ખુબ જરૂરી છે : મોદી