ભારતીબેન શિયાળનું બાઇકરેલી સાથે શહેરમાં જનસંપર્ક અભિયાન

539

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડા. ભારતીબેન શિયાળ દ્વારા આજે પૂર્વ વિધાનસભા વિસ્તારમાં બાઇકરેલી સાથે જનસંપર્ક અભિયાન ચલાવાયું હતું જેમાં પૂર્વના ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે, શહેરપ્રમુખ સનતભાઇ મોદી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

એ.વી.સ્કુલ મેદાન ખાતેથી પ્રસ્થાન થયેલ બાઇકરેલી સાથે જનસંપર્ક અભિયાન હલુરીયાચોક, ઘોઘાગેઇટ, ખારગેઇટ, વાલ્કેટ ગેઇટ, અગરીયાવાડ, પોપટનગર, ધનાનગર, ટેકરીચોક, સિંહસર્કલ, રૂવાપરી રોડ, બુદ્ધદેવ સર્કલ, વીમાના દવાખાના પાસે, આનંદનગર, દેવીપૂજક વાસ, દિપકચોક, બોરડીગેઇટ, કમળ સર્કલ, મહિલાકોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણીચોક, સરદારનગર, સિંધુનગર, દેવુમા મંદિર, સીતારામનગર, તરસમીયા ફિલ્ટર પ્લોટ, નિલકંઠ, સમર્પણ, સુમેરૂ, ઘોઘારોડ, શિવાજીસર્કલ, સુભાષનગર, રજપુતવાડા, શહેરફરતી સડક, ભોળાનાથ સોસાયટી, અખિલેશ સર્કલ, વી.પી.સોસાયટી સહિત જોગસપાર્ક પહોંચી હતી. સમગ્ર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળનું લોકો દ્વારા સ્વાગત કરી સમર્થન આપવામાં આવ્યું હતું.

Previous articleઅમિત શાહના કલોલ રોડ શોમાં લોકો ઉમટી પડ્યા
Next articleમાઇનોરીટી સેલ દ્વારા તખ્તેશ્વર વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર કરાયો