કુંભણ, મોખડકા સહિતની સભાઓમાં કોંગ્રેસના મનહરભાઈ પટેલને આવકાર

756

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારા લોકસભાની ચૂંટણીમાં ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ દ્વારા ગ્રામ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેમાં તેમને જબરૂં સમર્થન મળી રહ્યું છે. આજે મનહર પટેલ દ્વારા પાલીતાણા પંથકના કુંભણ, મોખડકા સહિત ગામોમાં જાહેર સભાઓ તેમજ મીટીંગો તેમજ લોકસંપર્ક કરાયો હતો. જેમાં જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ગ્રામ્ય પંથકોમાં યોજાઇ રહેલી સભાઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે અને પાટીદાર સમાજના ઉમેદવાર મનહર પટેલને સમર્થન આપી રહ્યા છે. આજે આંબેડકર જયંતિ નિમિત્તે તેમજ રામનવમી નિમિત્તે મનહર પટેલ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં મીટીંગો સાથે લોકસંપર્ક કરાયો હતો.

 

Previous articleમાઇનોરીટી સેલ દ્વારા તખ્તેશ્વર વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર કરાયો
Next articleતા.૧૫-૦૪-ર૦૧૯ થી ૨૧-૦૪-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય