તા.૧૩/૦૪/૧૯ ના રોજ આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે યોજાયેલ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ ખુબજ સફળ રહેલ. સવારથી જ લોકોની ભીડ રહેલ. કુલ ૬૩૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ. ૪૫૦ લોકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક રોગોના દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. ડો. લીંબાણી, ડો. કાજલબેન પટેલે તેમજ સત્ય પ્રેમ કરુણા ગ્રુપના યુવાનોએ સેવા આપી હતી.
આધ્યાત્મિક સાધના કેન્દ્રની વ્યવસ્થા સંભાળનાર ધર્મેન્દ્રભાઈ હેજમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉમરાળામાં નિરાધાર પશુઓને સમયાંતરે લીલી કડબનું નિરણ, પશુ તથા કુતરા માટે ટાંકીઓ મુકવી, ચકલીઘર- પાણીના કુંડા- મિની ચબુતરા બાંધવા, નિરાધાર વિદ્યાર્થીઓને દત્તક લેવા, નોટબુક ચોપડાનું અતિ રાહતદરે વિતરણ, મેડિકલ કેમ્પ, અશક્ત અને અપંગ લોકોને સાધન સહાય વગેરે સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવશે.