ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં આજરોજ ત્રિવિધ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં
ભગવાન સ્વામિનારાયણ નો પ્રાગટ્યોત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો સાથે ધનશામ મહારાજનો અભિષેક. અન્નકુટ અખંડ પુંજા.ધ્વજારોહણ. છાસકેન્દ્ર નું ઉદ્દઘાટન રક્તદાન કેમ્પ.ડેન્ટલ કેમ્પ તથા છેલ્લા ૧૮ વર્ષથી રામનવમી ની ભવ્ય શોભાયાત્રાા નુ સ્વાગત કરવામાં આવે છે સાથે વિદ્યાર્થીઓના હાઈસ્કૂલ માં પ્રસ્થાન તેમજ ઈ.મી.માં ધોરણ-૮ માં પ્રસ્થાન અને નુતન આકારીત નવોદય વિદ્યાલયનું ઉદ્દઘાટન જેવાં અનેક કાર્યક્રમમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિવિધ તીર્થધામ માથી સંતો મહંતો મોટો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા ઢસા ગ્રામ્ય વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં વડીલો યુવા સહિતના આગેવાનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.