પાલિતાણા તાલુકાની મેંઢા પ્રા.શાળાના એકસો બાળકોએ શાળાના શિક્ષકોના માર્ગદર્શન તળે ચાર દિવસનો શૈક્ષણિક પ્રવાસ કર્યો, જેમાં બાળકોએ બહુચરાજી, મોઢેરા, ઉઝા, સિદ્ધપુર, પાલનપુર, અંબાજી, ગાંધીનગર, અક્ષરધામ, અમદાવાદ સાયન્સી સીટી, કાંકરિયા તળાવ, ડાકોર, સરદાર સરોવર ડેમ અને નીલકંઠધામ પોઈચા જેવા ઐતિહાસિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા સ્થળોની મુલાકાત લીધી હતી.