પવિત્ર તિર્થનગરી પાલીતાણામાં રેલ્વેના ટીકીટ વિભાગના કર્મચારીની મનમાનીના કારણે યાત્રિકોને પડતી મુશ્કેલી રેલ્વે સ્ટેશનમાં આવેલ ટિકિટ બારી ખોલવાનો સમય સવારે ૭-૦૦ કલાકનો છે પણ આ ટિકીટ બારી ૭-૩૦ કલાકે ખોલવામાં આવે છે તેના કારણે લોકોને ટિકીટ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે. આ અધિકારી સમય કરતા બારી અડધો કલાક મોડી ખોલવામાં આવે છે. જ્યારે પાલીતાણામાં મોટાભાગના લોકો રોજ ભાવનગર અવરજવર કરતા હોય તેને ટ્રેન ચુકી જવાનો વારો આવતો હોય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને આ રેલ્વે સ્ટેશનમાં માત્ર એક જ ટિકીટ બારી છે ત્યારે આ ટિકીટ બારી સમયસર ખોલે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે અને તેવો સવાલ કરી રહ્યાં છે કે શું આ ટિકીટ બારી રેગ્યુલર સમયે ખુલશે કે કેમ ?