રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે

622

ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે એક મેચ રમાનાર છે. જે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાશે. આઈપીએલની આવતીકાલે રાજસ્થાન અને કિંગ્સ ઈલેવનની મેચ  ચંદીગઢના મેદાન  ઉપર રોમાંચક બને તેવી શક્યા છે. રહાણેના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ ઘરઆંગણે પંજાબ ઉપર લીડ મેળવવા માટે તૈયાર છે. જોકે કિંગ્સ ઈલેવનમાં ગેઈલ ઉપર નજર રહેશે જે હાલમાં જોરદાર ફોર્મમાં છે. આઇપીએલની મેચો શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જોરદાર ક્રેઝ રહેનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાઇ રહી છે.  આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાઇ રહ્યો છે.  મેચને લઇન તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં હજુ સુધી અનેક સ્ટાર ખેલાડીઓ જોરદાર દેખાવ કરી રહ્યા છે જેમાં ડેવિડ વોર્નર, ક્રિસ ગેઇલ, રસેલ, પોલાર્ડ, રોહિત શર્મા, ધોની અને બેરશો જેવા બેટ્‌સમેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુવા ખેલાડીઓ પણ પોતાની તાકાત દર્શાવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે, સ્ટિવ સ્મિથ, ડિવિલિયર્સ, બ્રાવો જેવા ખેલાડીઓ પોતાની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા નથી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૨માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. બંને ટીમો નીચે મુજબ છે.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાનપરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, સ્ટિવ સ્મિથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન, અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ.

 

Previous articleવર્લ્ડ કપ : ઓસ્ટ્રલિયન ટીમમાં સ્મિથ અને વોર્નરની એન્ટ્રી થઇ
Next articleભારતીય મેચોનો કાર્યક્રમ