ભીષ્મવાળી ભુલો ન કરવા મુલાયમને સુષ્માની સલાહ

491

સમાજવાદી પાર્ટીના નેતા અને સામાન્ય રતે વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં રહેનાર આઝમ ખાન રામપુરમાંથી ભાજપના ઉમદવાર જયા પ્રદા અંગે નિવેદન કરીન ચારબાજુથી ફસાઇ ગયા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે દ્રોપદીના ચીરહરણની તુલના કરતા કહ્યુ છે કે મુલાયમ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીના ભીષ્મ પિતામહ છે. જેથી તેઓ ભીષ્મ પિતામહની જેવી જ ભુલ કરવી જોઇ નહીં. અખિલેશ યાદવની હાજરીમાં આઝમ ખાને વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. સુષ્મા સ્વરાજે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે મુલાયમ ભાઇ તમે સમાજવાદી પાર્ટીના પિતામહ સમાન છો. તમે ભીષ્મની જેમ મૌન રહેવાની ભુલ ન કરો. સુષ્મા સ્વરાજે અખિલેશ યાદવ, જયા ભાદુરી અને ડિમ્પલ યાદવને પણ ટ્‌વીટ કરીને કહ્યુ છે. બીજી બાજુ મુશ્કેલીમાં મુકાયેલા આઝમ ખાને યુ ટર્ન લઇને કહ્યુ છે કે તેમની વાતન ખોટી રીત રજૂ કરવામાં આવી છે. આઝમે કહ્યુ હતુ કે તેઓએ કોઇનુ નામ લીધુ નથી. આઝમે કહ્યુ છે કે જો તેઓ દોષિત સાબિત થાય છે તો ક્યારેય ચૂંટણી લડશે નહીં. આઝમે કહ્યુ છે કે તેઓ રામપુરમાંથી નવ વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. એક વખત પ્રધાન તરીકે રહ્યા છ. તેમને સારી રીતે આ અંગેની માહિતી છે કે તેમને શુ કહેવુ જોઇએ અને શુ નહી. આઝમે કહ્યુ છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાના પ્રયાસ થયા છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં પશ્ચિમી ઉત્તરપ્રદેશની આઠ લોકસભા સીટ પર ગુરુવારના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. આમાથી છ સીટો પર બસપના વડા માયાવતી અને વડાપ્રધન નરેન્દ્ર મોદી વચ્ચે સીધી સ્પર્ધા રહેનાર છે. ગઠબંધન હેઠળ નગીના, અમરોહા, બુલંદ શહેર, અલીગઢ, આગરા અને ફતેપુરસિકરી સીટ પર બસપના ઉમેદવાર મેદાનમાં છે

Previous articleવર્લ્ડકપ ૨૦૧૯ : ભારતીય ક્રિકેટ ટીમમાં કાર્તિક, વિજયને તક મળી
Next articleગોરખપુરમાંથી ભોજપુરી સ્ટાર રવિ કિશનને ટિકિટ