ગોરખપુરમાંથી ભોજપુરી સ્ટાર રવિ કિશનને ટિકિટ

540

ઉત્તરપ્રદેશની સાત લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. સંતકબીરનગર જિલ્લામાં શૂઝ કાંડ બાદ ચર્ચામાં આવેલા ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપી દેવામાં આવી છે. તેમની જગ્યાએ પ્રવિણ નિશાદને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહનગર ગોરખપુરમાં ભાજપે ફિલ્મ સ્ટાર રવિ કિશનને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી. અહીંથી પ્રવિણ નિશાદે જીત મેળવી હતી. જો કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯થી પહેલા પ્રવિણ નિશાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપ તરફથી જારી કરવામાં આવેલી ૨૧ની યાદીમાં પ્રતાપગઢમાંથી સંગમલાલ ગુપ્તાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના  કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે.

Previous articleભીષ્મવાળી ભુલો ન કરવા મુલાયમને સુષ્માની સલાહ
Next articleશેરબજારમાં ફરી તેજી : ૧૩૯ પોઇન્ટનો સુધારો નોંધાઈ ગયો