શેરબજારમાં ફરી તેજી : ૧૩૯ પોઇન્ટનો સુધારો નોંધાઈ ગયો

510

શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ સુધરીને ૩૮૯૦૬ની સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે ઇન્ફોસીસ અને અન્ય કેટલીક કંપનીઓના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. માર્કેટ બ્રીડ્‌થ તેજીમાં રહી હતી. આજે કારોબાર ૨૮૦૦ કંપનીઓમાં થયો તો જે પૈકી ૧૪૫૪ શેરમાં તેજી અને ૧૧૨૯ શેરમાં મંદી રહી હતી. ૨૧૭ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૫ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૫૫૦૨ જોવા મળી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૯૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૧૫ રહી હતી. નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૬૯૦ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૭૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ૧૫ ઘટકો પૈકી ૧૪માં તેજી અને એકમાં મંદી રહી હતી. પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બેંક ઇન્ડેક્સમાં ૩૨૮૯ની સપાટી જોવા મળી હતી. બે કારોબારી રજા આવી રહી છે. નવા સપ્તાહમાં મહત્વના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. માઇક્રો ઇકોનોમિક ડેટા, રાજકીય ગણતરી, વૈશ્વિક ભાવનાઓ જેવા પરિબળો જોવા મળી શકે છે. શેરબજારમાં બુધવારના દિવસે મહાવીર જ્યંતિની રજા રહેશે જ્યારે શુક્રવારના ગુડ ફ્રાઇડેની રજા જોવા મળનાર છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. આ પરિણામ ક્રમશઃ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે જાહેર કરાશે. છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસ અને ટીસીએસ દ્વારા અપેક્ષા કરતા વધુ સારા આંકડા જારી કર્યા હતા. આ પ્રવાહ જારી રહેવાની સ્થિતિમાં મૂડીરોકાણકારોનો નૈતિક જુસ્સો વધ શકે છે.  શુક્રવારના દિવસે કારોબારબાદ ફેબ્રુઆરી મહિના માટેના આઈઆઈપીના આંકડા પણ જારી કરાશે. આરબીઆઈની બેઠક હાલમાં યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

Previous articleગોરખપુરમાંથી ભોજપુરી સ્ટાર રવિ કિશનને ટિકિટ
Next articleકર્મીઓના પગારમાં ૯-૧૨ ટકાનો એકંદરે વધારો રહેશે