છત્રાલમાં આવેલી કંપનીમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ કરવામાં આવતા કડી અને કલોલનો ફાયર સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને લીધે કંપનીનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો.
છત્રાલમાં આવેલી જીઆઇડીસીમાં સુરેશ કેબલ નામની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આગને લીધે કંપની કામદારોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતા કલોલ અને કડીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર સ્ટાફને પણ પરસેવો વળી ગયો હતો. સતત પાણીનો મારો ચલાવીને ફાયર સ્ટાફે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગને લીધે કંપનીનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો.
કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં આગજનીની સૌથી વધારે ઘટનાઓ બનતી હોય છે અને તેમાંય જીઆઇડીસીની કંપનીઓમાં આગના બનાવો વધુ બની રહ્યાં છે. જો કે ઘણી કંપનીઓમાં ફાયર સેફ્ટીની સુવિધા પણ હોતી નથી. જે ઘણી જ ગંભીર બાબત છે.