અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના બીજલ બંગલોઝમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડી વિદેશ દારૂનો જથ્થો ઝડપવા આવ્યો છે. બાતમીના આધારે રેડ કરી સચિન ઠાકર અને ધવલ રાદડિયાની રૂપિયા ૬.૮૦ લાખના વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે.
લોકસભા ચૂંટણી ટાણે જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શહેરમાંથી મસ મોટો દારૂનો જથ્થો ઝડપવમાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સેટેલાઇટમાં આવેલ શ્યામલ સર્કલ પાસેના બીજલ બંગલોઝના એક મકાનમાં દારૂનો વિશાળ પ્રમાણમાં જથ્થો પડ્યો છે, તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બીજલ બંગલોઝના ૭ નંબરના મકાનમાં રેડ કરી હતી. જેમાં આ બંન્ને બુટલેગરો ભાડે રેહતા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સવારે દરોડા પાડી બિયર તેમજ વિદેશી દારૂની ૧૧૦ પેટીનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બુટલેગર સચીન ઠાકર અને ધવલ રાડિયાની ધરપકડ કરી છે. પોલીસે સચીન અને ધવલ પાસેથી બે કાર તેમજ એક એક્ટિવા જપ્ત કર્યું છે. આ બંગલો દેવેન્દ્ર વર્મા નામના વ્યક્તિને ભાડા કરાર પર મકાન માલિક દ્વારા આપવામાં આવ્યો હતો. છેલ્લા ૪ મહિનાથી બંગલો ભાડે આપ્યો હતો જેનું માસિક ભાડું ૩૭૫૦૦ હતું. સચિન ઠાકર અને ધવલ રાદડિયા દારૂનો વેપાર વૈભવી લોકોને આ બંગલેથી કરતા હોવાનું સામે આવ્યું છે. સચિન ઠાકર અગાઉ ૪ વખત પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. તેમજ તમામ દારૂનો જથ્થો ઈસનપુરના સપ્લાય કરવામાં આવતો હતો. બે કારમાં તેમજ એક્ટીવાનો પણ ઉપયોગ દારૂની હેરફેરમાં ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં તો બન્નેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.