રાજુલાના વાવેરા ગામે નવા નિમાયેલા સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતને આજે ૧ વર્ષ જેટલો ટુકો સમયે થયેલ હોય આટલા ટુંકા સમયમાં સરપંચ બિચ્છુભાઈ તથા ઉપસરપંચ કનુભાઈ ધાખડા તથા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતાપભાઈ મકવાણા દ્વારા ટીમ વર્કથી વિકાસની વણઝાર શરૂ કરી દેવામાં આવેલ છે. હજુ ૧ વર્ષ જેટલો જ સમય થયેલ છે. વાવેરા ગામમાં ર૦ વર્ષથી પડતર સેવા ગટર, પાણીની પાઈપ લાઈન તથા ૩પ૦ મીટર જેટલો બ્લોક પેવીંગ રોડ મેઈનબજારમાં બનાવી દેવામાં આવેલ છે તથા ગ્રામ પંચાયત દ્વારા એટીવીટી તથા વિવેકાધીન ગ્રાન્ટમાંથી સ્નાનઘાટ તથા જર્જરીત ગ્રામ પંચાયત ઘર ડીમોલેશન કરીને તેની દરખાસ્ત પણ કરી દેવામાં આવેલ છે. જેને તાત્કાલિક મંજુર કરવા પણ દોડધામ શરૂ કરી દેવામાં આવેલ છે અને વાવેરા ગામના સરપંચ જાતે પાવડો, કોદાળી લઈને ગામના કામો કરવા લાગી જાય છે જેથી ગ્રામજનો પણ ખૂબ જ સહયોગ આપે છે. ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાનું આગોતરૂ આયોજન કરીને પાણી મળે તેવી વ્યવસ્થા પણ કરી આપેલ છે.