મતદાનનાં દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવા હુકમ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

636

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ યોજવાનું જાહેર કરેલ હોય તે મુજબ તા.૨૩/૦૪/૨૦૧૯ નાં રોજ મતદાન થનાર છે. સદરહું ચૂંટણી અન્વયે મતદાનના દિવસે જાહેર રજા કે રવિવારનો દિવસ ન આવતો હોય તો, મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસે ’’જાહેર રજા’’ જાહેર કરવા અંગેનો હુકમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર,દ્વારા કરવામા આવેલ છે.જે અન્વયે તા.૨૩/૦૪/૨૦૧૯ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર હોય કારખાનેદારોએ રજા જાહેર કરવાની રહેશે.

લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઇપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેમની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે.

પેટા કલમ-૧ની જોગવાઇ અન્વયે રજા મંજુર કરવાની હોય તેવી કોઇપણ વ્યકિતના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં. અને જો આવી વ્યકિત સામાન્ય રીતે વેતન નહિં મેળવે, તેવા આધારે નોકરી પર રાખવામાં આવેલ હોય તેવી વ્યકિત રજા ન હોત અને તે દિવસે તેને જે વેતન મેળવવા પાત્ર હોય તેટલું વેતન મંજુર કરવાનું રહેશે.

લોકસભા સામાન્ય ચૂંટણી યોજવામાં આવેલ હોય તેવા મતવિભાગમાં તમામ સંસ્થાઓ અને દુકાનો, મતદાનના દિવસે બંધ રાખવાની રહેશે.નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવા મતદારો તેમજ રોજમદાર/કેઝયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકકદાર રહેશે.

આ જાહેરનામું એવા મતદારને લાગુ નહિં પડે કે તે જયાં નોકરી સાથે સંકળાયેલ છે ત્યાં તેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકશાનમાં પરીણમે.આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

Previous articleકોંગ્રેસી નેતા આતંકવાદીઓને છાવરતા નિવેદન કરે છે : શાહ
Next articleરાજુલા ખાતે રામનવમી અને સ્વાામીનારાયણ જન્મ જયંતિ નિમિત્તે પ્રથમ શોભાયાત્રા નિકળી