સરકારી નર્સિંગ કોલેજ, સર ટી. હોસ્પિટલ ભાવનગરના ચોથા વર્ષના બીએસસી નર્સિંગની વિદ્યાર્થીનીઓએ નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ એચ.ટી. દવેના માર્ગદર્શન હેઠળ સગર્ભાવસ્થા દરમ્યાન લેવામાં આવતી કાળજીઓ વિશેની જાગૃતિ અભિયાન અર્થેનું નાટક બ્રહ્મક્ષત્રિય વશિષ્ઠ પ્રાથમિક શાળા, કુંભારવાડા ખાતે આજરોજ પ્રસ્તુત કરેલ. જેમાં કુંભારવાડા વિસ્તારના આગેવાનો, સરકારી નર્સિંગ કોલેજના લેક્ચરર્સ તેમજ અન્ય ટીચીંગ સ્ટાફ, કુંભારવાડા યુએચસીના મેડીકલ ઓફિસર, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સગર્ભા માતાઓ ઉપસ્થિત રહી આ નાટકને નિહાળેલ હતું.