સાવરકુંડલા પ્રવિણનાથ બાપુની અધ્યક્ષતામાં ૨૦ લાખના ખર્ચે તૈયાર થઇ રહેલા સમાજવાડીના નવા હોલ ખાતે બારોટ સમાજ ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટીઓ જેમાં ડી.એન.ઘેલાણી, નટુભાઇ એચ. કુવરીયા, ચંદુભાઇ એસ. પાલનપુરા તેમજ આમંત્રિત મહેમાનો કાળુભાઇ કુંવરીયા, ગીરીશભાઇ ડી. ઘેલાણી, બારોટ સમાજ ટ્રસ્ટ મહામંત્રી તેમજ પ્રવિણનાથ બાપુની અધ્યક્ષતામાં બારોટ સમાજની જનરલ મીટીંગમાં સમાજ વાડી કમીટીનો અત્યાર સુધીનો નવા હોલ માટેના ખર્ચનો અહેવાલ રજુ કરવામાં આવ્યો જેમાં નવા હોલ માટે નોંધાયેલા ફાળો રૂા.૧૩ લાખ, ૯૮ હજાર, ૧૦૩ પૈકી જમા રૂા.૧૦ લાખ, ૮૩ હજાર, ૭૦૮ હોય આ બાબતે જે પૈકી ખર્ચ આ કામના કોન્ટ્રાક્ટને ચૂકવાયેલા રૂપિયા ૧૦ લાખ ૨૫ હજાર કુલ કામ ૧૪ લાખ બત્રીસ હજાર હોય આ પ્રમાણે નવા હોલના ખર્ચ બાબતે આ જનરલ મીટીંગમાં ટ્રસ્ટીઓ તેમજ સમાજને અત્યાર સુધીનો સંપૂર્ણ અહેવાલ રજુ કરી દીધેલ છે. ત્યારપછી પ્રમુખ નટુભાઇ બારોટે પોતાના હોદ્દાનું રાજીનામું આપી દીધેલ અને કમીટીનું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે અધ્યક્ષ પ્રવિણનાથ બાપુ તથા હાજર ટ્રસ્ટની ચર્ચા બાદ બહુ સંખ્યક સમાજના કહેવા મુજબ નટુભાઇની પ્રશંસાનીય કામગીરીથી સમાજવાડીના હોલનું કામ થયેલ છે. પ્રમુખપદનો સ્વીકાર કરે તે બાબતે નંદાભાઇ ઘેલાણી ટેકો આપી સહ સભ્ય તરીકે નંદાભાઇને સાથે રહેવા જાહેર કરેલ છે. અને સર્વ સંમત્તિથી નટુભાઇને કાર્યકારી પ્રમુખ તરીકે કામ પૂર્ણ કરવાની સત્તાએ ચાલુ રહેવા સંમતિ આપેલ છે.