ભાવનગર જીલ્લાના ઉમરાળા મા તથા ધોળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી ની વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ પ્રેરિત શોભાયાત્રા નીકળી હતી
ઉમરાળા ગામમા ભગવાન રામચન્દ્રની ભવ્ય શોભાયાત્રા અંબેમાં ના મંદિર થી નિકળેલ મેઇન બજાર, પટેલ શેરી સહીત શેરી મહોલ્લા માં ફરી હતી અને કોમીએક્તાનો માહોલ જોવા મળ્યો હીન્દુ મુસ્લિમ સહિત દરેક સમાજના શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા ઠેક ઠેકાણે઼ શરબત ચોકલેટ પ્રસાદીનું વિતરણ કરાયું હતું ભગવાન રામચન્દ્રની ભવ્ય શોભાયાત્રામા બગી ટ્રેકટરો ડીજે સાથે ઉમરાળા ગામના તમામ રૂટ પર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ રથયાત્રામાં સંતો મંહતો ગામના સરપંચ ઉપ સરપંચ તેમજ ગામના વેપારી તથા મુસ્લિમભાઇઓ જોડાયા હતા
સાથે સાથે ધોળા ગામમાં પણ પરંપરાગત શોભાયાત્રા નિકળી હતી જેમાં વિવિધ આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં વેશભૂષા,ઇન્ડિયન આર્મી ના ફ્લોટ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રા માં અગ્રણીઓ, વહેપારીઓ, આગેવાનો તથા રાજકીય પક્ષોના આગેવાનો સંતો મહંતો સહિત ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.