આવકનો દાખલો કઢાવવા ભારે ધસારો

966

ભાવનગર કલેકટર કચેરી પાછળ આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે સોગંદનામુ તેમજ આવકનો દાખલો કાઢી આપવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેમા આજે વિદ્યાર્થીઓ અને મહિલાઓ દ્વારા આવકનો દાખલો મેળવવા ભારે ભીડ જમાવી હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે ક્રીમીલેયર સર્ટી, આવકનો દાખલો સહિતની જરૂરીયાત હોવા ઉપરાંત વિધવા મહિલાઓને પેન્શન માટે આવકના દાખલાની જરૂરીયાત હોય નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આજે ભારે ધસારો જોવા મળ્યો હતો.

Previous articleડીઆરએમ કાર્યાલયે આંબેડકર જયંતિ ઉજવાઇ
Next articleઇવીએમ સીલીંગની કામગીરી શરૂ