રાજુલા કેમીસ્ટ એસોસીએશનનાં મંત્રી બીપીનભાઇ લહેરીનો વિદાય સમારોહ

822

રાજુલા કેમીસ્ટ એસોસીએશનના મંત્રી તરીકે છેલ્લા ૨૨ વર્ષથી સેવા આપનાર બીપીનભાઇ લહેરી કમીસ્ટના વ્યવસાયમાંથી નિવૃત્ત થતા તેઓએ કેમીસ્ટ એસોસીએશનના મંત્રી તરીકે રાજીનામું આપતા તેઓનું વિદાયમાન હોટેલ રાજપેલેસમાં ગોઠવવામાં આવેલ. એસીએશનના પ્રમુખ બચુભાઇ  દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ જેમાં તેઓએ સૌને આવકાર આપી બીપીનભાઇ લહેરીની મંત્રી તરીકેની કામગીરીની જાણકારી આપેલ.

કેમીસ્ટ એસોસીએશન દ્વારા મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી બીપીનભાઇ લહેરીનું સન્માન કરવામાં આવેલ દરેક સભ્યોએ બુકેથી સન્માન કરેલ.

પ્રત્યુત્તરમાં બીપીનભાઇ લહેરી દ્વારા દરેક સભ્યોનો તેની કામગીરીમાં સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરેલ અને તેના મંત્રી તરીકેના કાર્યકાળમાં એસોસીએશનની મુડી બે લાખ જેવી થયેલ છે. તેની જાણકારી સભ્યોને આપેલ. એસોસીએશનમાં તેની જરૂર પડે ત્યારે સાથ આપવાની ખાત્રી આપેલ અને તેના વહીવટ દરમ્યાન કોઇને પણ કાંઇ કહેવાયું હોય કે મન દુઃખ થયું હોય તો ક્ષમા માંગેલ. આ કાર્યક્રમનું સંચાલન ડા.ઇકબાલભાઇ હિરાની દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા અસગરીભાઇ, જ્યોતિન્દ્રભાઇ, રાજુભાઇ વગેરેએ સાથ સહકાર આપેલ.

Previous articleમહાકાળી વસાહતમાં છાશ કેન્દ્રનો પ્રારંભ
Next articleભાવ. ડિવીઝન ખાતે ૬૪મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ યોજાયો