સિહોર શહેરમાં ઉનાળાના પ્રારંભથી જ પાણી માટે જાણે કાળો કકળાટ શરૃ થયો છે. જ્યારે આગામી આકરા દિવસોમાં પાણી વગર કપરી સ્થિતિનું નિર્માણ થશે અને પાણી વિતરણ વ્યવસ્થા પણ સુચારૃ રીતે થાય તે જરૂરી બન્યું છે.
સિહોર શહેરની એશી હજારની વસ્તીને ઘરે ઘરે નળ દ્વારા જે પાણીની સપ્લાઇ આપવામાં આવે છે તે હાલ ઉનાળાની શરૃઆત જ થઇ છે ત્યારે બારથી પંદર દિવસે ઘરે ઘરે નળમાં પાણી સપ્લાય આપવામાં આવે છે અને તે પણ જાણે વ્હાલા દવલાની નીતિ રીતિ અપનાવાતી હોય છે. બાર-પંદર દિવસે પાણી અપાય છે ત્યારે પણ અમુક ચોક્કસ વિસ્તારોમાં ચાર ચાર કલાક પાણી અપાય છે અને તે પણ પુરતા ફોર્સથી અને અમુક વિસ્તારોમાં માત્ર દોઢ જ કલાક અને તે પણ સાવ લો ફોર્સથી અપાય છે.
જેના કારણે આવા વિસ્તારોના નાગરિકોને પુરતુ પાણી પણ ભરાતુ નો હોય પાણી વગર બાર બાર દિવસો કાઢવા મુશ્કેલભર્યુ છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના નાગરિકોના ઘરે બાર પંદર દિવસો ચાલે તેટલુ પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ હોતી નથી જેના કારણે હાલ ઉનાળાના દિવસોની શરૂઆત જ થઇ છે ત્યાં પાણીનો કાળો કેર થઇ ગયો છે. હાલ ઉનાળાના દિવસોમાં જ સિહોરની જનતાને પાણીના એક એક બેડા માટે જ્યાં ત્યાં ભટકવુ પડે છે.
જોકે આ પરિસ્થિતિ નગરપાલિકા ઉપ પ્રમુખ ના વોર્ડ માં પણ સર્જાય છે ત્યારે ત્યાંના રહીશો દ્વારા નગરપાલિકા જઇ ઉગ્ર રજુઆત કરી હતી ત્યારે સત્તાધીશો દ્વારા માત્ર આશ્વાસન આપી મામલો સુલજાવ્યો હતો ૧૦ દિવસ ૧૨ દિવસ અને હવે ૧૫ દિવસે પાણી શુ આવો કથળેલો વહીવટ હશે કે લોકો પાણી માટે વલખામારે અને સત્તાધીશો તમાશો જુએ
મહિપરિએજનું પાણી પણ પુરતા પ્રમાણમાં મળતુ હોવા છતાં વોટર વર્કસની અનઆવડતના કારણે પાણીની સમસ્યા અત્યારથી જ ઉભી થઇ ગઇ છે જેના કારણે અવાર નવાર પાણી માટે નગરપાલિકામાં ટોળાઓ ઉમટી પડે છે છતાં હાલના સત્તાધિશોની આંખ ખુલતી ન હોય અને સિહોર શહેરની એશી હજારની વસ્તીને આગામી દિવસો માટે પાણી માટે કોઇ આગવું આયોજનનો અભાવ હોવાથી મહિપરિનું પાણી પણ ઉપરથી પુરતુ મળતુ હોવા છતાં વોટર વર્કસ ખાતાની અનઆવડતના કારણે સિહોરની જનતાને પાણીના એક એક બેડા માટે જ્યાં ત્યાં ભટકવુ પડે છે ત્યારે સત્તાધિશો પોતાની કુંભકર્ણની નિંદરમાંથી જાગીને જો પાણી જેવા પ્રાણ પ્રશ્ન જો હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાણીના એક એક બેડા માટે પાણી યુધ્ધ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.