ચેન્નાઇ- હૈદરાબાદની વચ્ચે સૌથી રોમાંચક જંગ ખેલાશે

587

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. હૈદરાબાદ ખાતે રમાનારી આ મેચને લઇને સમગ્ર શહેરમાં ભારે રોમાંચની સ્થિતી છે. ચેન્નાઇ સુપર પોઇન્ટ ટેબલમાં આઠ મેચોમાં સાત જીત સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે સનરાઇઝ શરૂઆતમાં શાનદાર દેખાવ કર્યા બાદ તેની સ્થિતીમાં  બ્રેક વાગી છે. સનરાઇઝની ટીમ સાત મેચો પૈકી ત્રઁણ મચો જીતી શકી છે.

આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્‌ સિંહ ધોનીતેમજ  સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે.

ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. જો કે બીજી બાજુ કેટલાક મોટા સ્ટાર ખેલાડી બેટિંગમાં ફ્લોપ રહ્યા છે. બેંગલોરની ટીમનો દેખાવ અપેક્ષા કરતા ખુબ નભળો રહ્યો છે. આ ટીમ આઠ મેચો પૈકી સાત મેચો હારી ચુકી છે. હવે તે સ્પર્ધામાથી પણ આઉટ થઇ ચુકી છે. રોમાંચક મેચનુ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. ચેન્નાઇ ટીમ આઇપીએલમાં સૌથી સંતુલિત ટીમ તરીકે રહી છે.ટીમમાં તમામ ખેલાડી શાનદાર દેખાવ કરી રહ્યા છે.  બંને ટીમો નીચે મુજબ  છે.

સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન

ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

Previous articleવર્લ્ડકપમાં હાર્દિંક પંડ્યા સામે બૉલિંગ કરવી સૌથી મોટો પડકારઃ મલિંગા
Next articleભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી : વીવીએસ લક્ષ્મણ