ટ્રેક્ટરે રોંગ સાઈડમાં આવતા બાઈકને અડફેટે લીધું, બે પિતરાઈ ભાઈના મોત

738

લાખાણી તાલુકાના સેકરાથી ધુણસોલ ગામ વચ્ચે ટ્રેક્ટર ચાલકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ઉલાળ્યું હતું. જેમાં બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે મોત થતાં ખાનગી વાહનમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો હતો. જ્યારે બીજા પિતરાઈનું ડીસા હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ગંભીર ઈજાને પગલે તેનું મોત નિપજ્યું હતું.

મરણ પ્રસંગેથી પરત ફરતાં બનાવઃ મહેશ તેજાભાઈ ઠાકોર અને મુકેશજી જેઠાજી ઠાકોર બંને પિતરાઈ ગઈકાલે વહેલી સવારે ઉંબરી ગામે મરણપ્રસંગે ગયા હતા. બંને જણ ડિસ્કવર બાઈક જીજે ૦૧-પીએલ-૦૦૪૫ માં પરત ફરતાં હતા. ત્યારે સેકરા ગામની સીમમાં જીજે૦૮ડી૪૫૫૭ નંબરના સોનાલિકા ટ્રક્ટરે બાઈકને અડફેટે લીધું હતું. ટ્રેક્ટર ચાલક સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવીઃ મૃતક મહેશના મોટા ભાઈ પરબત ઠાકોરે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Previous articleઅલ્પેશ ઠાકોરનો વધતો વિરોધ  કેટલાંકે પથ્થરમારાની ચિમકી આપી
Next articleસિવીલ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં પાણી ભરાયા : ભ્રષ્ટાચારની આશંકા