અતિથિ ગેસ્ટહાઉસમાં ક્રિકેટસટ્ટો રમાડતાં ત્રણ ઝડપાયા

787

વિસનગર તાલુકા પોલીસને વાલમ રોડ પર આવેલા અતિથિ ગેસ્ટ હાઉસના રૂમમાં આઇપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઇ એ.કે.વાઘેલા, પીએસઆઇ ડી.આર.વાઘેલા સહિત સ્ટાફે રેડ કરી હતી.

જેમાં આઇપીએલની કોલકતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહેલી ૨૦-ટ્‌વેન્ટી મેચ ઉપર મોબાઇલ ફોન વડે ક્રિકેટનો સટ્ટો રમાડતા મુંબઇ ખાતે રહેતા પટેલ રૂપેશ નટવરલાલ, જેઠવા હાર્દિક જ્યંતિલાલ, સિધ્ધપુરા અંકિત ભરતભાઇ ઝડપાઇ ગયા હતા. પોલીસે છ મોબાઇલ, એલઇડી ટીવી, લેપટોપ, ૨૯ હજાર રોકડ મળી રૂ.૭૨,૧૦૦નો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.

Previous articleવાવાઝોડા અને વરસાદને પગલે ૪ બસોનો અકસ્માત, બસ પલટી મારતા ૧ મહિલાનું મોત
Next articleગાંધીનગર ખાતે યોજાયેલ મતદાન જાગૃત્તિ માટેના રન ફોર મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ૫ હજારથી વધુ લોકો સહભાગી બન્યા