રેલ્વેની ટિકિટ પર વડાપ્રધાન મોદીની તસ્વીર છપાઇઃ ૪ કર્મચારી સસ્પેન્ડ

464

લોકસભા ચૂંટણીમાં પ્રચારને લઈને ચૂંટણી પંચ સતત કડક વલણ અપનાવી રહ્યુ છે. સોમવારે કેટલાક નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યા બાદ પંચની કડકાઈની અસર દેખાઈ છે. ટ્રેનની ટિકિટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છપાવવા પર રેલ્વેએ પોતાના ૪ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. પંચે આ તસવીરને લઈને રેલ્વે વિભાગને નોટીસ આપી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કડક કાર્યવાહી ના કરવા પર ફટકાર લગાઈ હતી. જે બાદ સૌથી પહેલા પંચે નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યો અને હવે અન્ય વિસ્તારોમાં પણ અસર જોવા મળી રહી છે.

રેલ્વે મંત્રાલયના સૂત્રો અનુસાર ગંગા સતલજ એક્સપ્રેસ(૧૩૩૦૮)ના થર્ડ એસીની ટિકિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લાગી હતી. આ ટ્રેન બારાબંકીથી વારાણસી માટે લઈ જવાઈ રહી હતી. આની પર બાદમાં બવાલ થઈ હતી અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ચૂંટણી પંચે રેલ્વેને નોટીસ મોકલી અને હવે રેલ્વેએ પોતાના કર્મચારીઓ પર કાર્યવાહી કરતા ૪ને સસ્પેન્ડ કરી દીધા છે. રેલ્વે ટિકિટ પર વડાપ્રધાન આવાસ યોજના સૌ માટે આવાસની જાહેરાત છપાયેલી હતી.

ટિકિટની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ છપાયેલો હતો જેને લઈને એક વ્યક્તિએ ટ્‌વીટ કરી દીધી. જેની પર વિવાદ થયો હતો. ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચને જણાવ્યુ કે રેલ્વેએ ચારેય રેલ્વે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

Previous articleલાગે છે ચૂંટણીપંચની શક્તિઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ
Next articleમાત્ર એક વોટથી સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવા પગલા લેવાયા