લાગે છે ચૂંટણીપંચની શક્તિઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ

420

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા જાતિ/ધર્મના નામે મત માંગવાના કેસમાં આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અમે એવા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. નેતાઓએ આપત્તિજનક ભાષણો પર ચૂંટણી પંચે કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સંતોષ વ્યક્ત કર્યો. ચૂંટણી પંચના જવાબમાં મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, લાગે છે કે ચૂંટણી પંચની શક્તિઓ તેને પરત મળી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે શારજાહ (યુએઈ)ના એક એનઆરઆઈ યોગા ટીચર મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં એવા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી, જેઓ ચૂંટણી દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણીઓ કરે છે. કોર્ટે ૮ એપ્રિલે આ મામલે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ્યારે ઉત્તરપ્રદેશમાં નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદીત નિવેદન આપવાની બાબતે ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી તે અંગે સવાલ કરાયો તો પંચે કહ્યું કે અમે આ મામલે માત્ર નોટિસ મોકલી જવાબ માગી શકીએ છીએ.

Previous articleપૂનમ સિન્હા સપામાં જોડાયાઃ લખનઉથી ચૂંટણી લડે તેવી શક્યતા
Next articleરેલ્વેની ટિકિટ પર વડાપ્રધાન મોદીની તસ્વીર છપાઇઃ ૪ કર્મચારી સસ્પેન્ડ