ઢસા, ગઢડા, ધોળા સહિત ગામોમાં મનહરભાઇ પટેલે સભાઓ ગજવી

724

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારા લોકસભાની ચૂંટણીમાં ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમને સમર્થન મળી રહ્યું છે. આજે મનહર પટેલ દ્વારા બોટાદ જિલ્લાના ઢસા સહિત ગામોમાં જાહેર સભાઓ તેમજ મીટીંગો તેમજ લોકસંપર્ક કાર્યક્રમોે યોજવામાં આવ્યા હતા. જેમાં મનહર પટેલ, ગઢડા ઉમરાલાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, બોટાદ જિ.પંચાયત ઉ.પ્ર.હિંમતભાઇ કટારીયા સહિત બોટાદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કાર્યકર્તા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ દ્વારા આજના દિવસે ગઢડા, હનુભાના લીંમડા, ધોળા, બજુડ, આંબલા સહિત ગામોમૈાં જાહેરસભાઓ કરવા ઉપરાંત લોકસંપર્ક કર્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. તેમણે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવેલ કે છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી વધવા સાથે ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે ત્યારે કોંગ્રેસના હાથ મજબુત કરવા જણાવેલ જ્યારે તેમને તમામ સ્થળેથી જબરૂં સમર્થન મળ્યું હતું.

Previous articleરાજ્યમાં વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ : ૭ના મોત
Next articleભારતીબેન શિયાળનો સિહોરમાં ભવ્ય રોડ-શો સાથે ચૂંટણી પ્રચાર