ભાવનગર શિશુવિહાર ખાતે વર્ષ ૧૯૫૨માં સ્થાપિત શિશુવિહાર બાલમંદિરનો વાર્ષિકોત્સવ બાળ વિકાસનાં રાષ્ટ્રીય તજજ્ઞ ડા.દિપકભાઇ તેરૈયાની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે ૭૩માં અનુભવ તાલિમ વર્ષની ૬ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. બાળકોના અભિનય ગાનથી પ્રારંભાયેલ કાર્યક્રમમાં મોરબી સ્થિત આંગણવાડીનાં શિક્ષકોને ક્રાફ્ટ તાલીમ આપતા બિરવાબેન છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૮ બાળકો એ ક્રાફ્ટ નિદર્શન યોજાયું હતું. તેમજ ડા. દેવીન્દ્રાબેન શાહની પ્રેરણાથી ૧૦ જાગૃત મા-બાપને પ્રત્યેકને રૂપિયા ૧૫૦૦/- પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.