સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સેમિનાર યોજાયો

987

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે આાજે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯/૨૦ માં ધોરણ -૯ માંથી ધોરણ – ૧૦ માં પ્રવેશ કરતા આ મહત્વના વર્ષમાં એક વિદ્યાર્થી તરીકે / એક વાલી તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અનુસંધાને એક અગત્યનાં શૈક્ષણિક સેમીનારનું આયોજન થયુ. આ શૈક્ષણિક સેમીનારમાં ધોરણ -૧૦  વિષય શિક્ષકોએ પોતાના વિષય વિશે / માળખા વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ સેમીનારમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કઈ – કઈ કાળજી રાખવી, તેમના વાલીશ્રીએ કઈ – કઈ કાળજી રાખવી તેમજ શાળા કઈ બાબતોની કાળજી લેશે તે વિષય પર ઊંડાણ પૂર્વક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક સેમીનારમાં વિદ્યાર્થીઓને નવી શિક્ષણ પદ્ધતિ વિશે તેમજ બદલાતા પાઠ્યપુસ્તક વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થી/ વાલીને મુંજવતા પ્રાશ્નોની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. આ શૈક્ષણિક સેમીનારમાં ટ્રસ્ટી / સંચાલકએ વિદ્યાર્થીઓને માર્ચ – ૨૦૨૦ ની પરીક્ષા માટે સુસજ્જ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleશિશુવિહારમાં બાળકોને કીટ વિતરણ
Next articleઆસરાણા ચોકડી નજીક આઇસર ટેમ્પાએ છોટા હાથીને અડફેટે લેતા ૧ યુવાનનું મોત