સુરકા ગામના ખેડૂતો મંત્રી સોલંકીને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા

1019
guj1012018-11.jpg

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-રમાં ભાવનગરના ખેડૂતો પરશોત્તમભાઈ સોલંકીને ત્યાં પહોંચ્યા. ભાવનગર સુરખા ગામના ૧૦ થી ૧ર ગામના ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા. પરશોત્તમભાઈ સોલંકીને તેમની ચેમ્બરમાં અમુક ગામને વળતર મળેલ છે અને સુખા ગામના ખેડૂતોને વળતર લીધેલ નથી તે રજૂઆત લઈ પહોંચ્યા હતા. મત્સ્ય ઉદ્યોગના મંત્રીને જોડે, તે રજૂઆત સાંભળીને પરશોત્તમ સોલંકીને સીએમ અને સૌરભભાઈને પરશોત્તમભાઈ સોલંકીએ રજૂઆત કરી, સારા વળતર મળે એ દિશામાં પરશોત્તમ સોલંકીને પ્રયત્ન કર્યા હતા. ભાવનગરના સુરકા ગામના સરપંચ હિંમતભાઈ રજૂઆત કરે કે સુરકા ગામની જમીન સંપાદન સીએચસીએલ કંપની દ્વારા ૧૯૯૮ અંદર ખાલી ૧ર૦૦૦ ચુકવેલ હતા અને તમામ ખેડૂતોનું રેવન્યુ ફંડ બાકી છે. ૧ર ગામને આજુબાજુ ચુકવેલ છે પણ ખાલી સુરકા ગામને જ ચુકવેલ નથી. રેવન્યુ ફંડ ચુકવેલ નથી તે માટે પરશોત્તમ સોલંકીને રજૂઆત  કરવામાં આવેલ.
સરકાર ગામના ખેડૂતોને ૧૯૯૮ અન્યાય થતો આવ્યો છે. જમીન સંપાદન થયું છે પણ રેવન્યુ ફંડ મળ્યું નથી. અત્યારે જમીન ખાલી કરવા એ કંપની આવતી હોય આ બાબતમાં યોગ્ય ન્યાય ન મળે તો ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. આમાં ર૦૦ હેક્ટર જમીન અને ૭૮ જેટલા ખાતેદારો છે તે ખાતેદારોને સંપાદનની જ રકમ મળી છે.

Previous articleગુજરાતમાં કોંગીનો રામરાગ હશે : પાર્ટી પૂજા કિટ આપશે
Next articleરૂપાણી-ઈન્દ્રનીલને ૧૮મી જાન્યુ.સુધી ચૂંટણીખર્ચનો હિસાબ રજૂ કરવા આદેશ