જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ દ્વારા સિનિયર સીટીઝન મહિલા ક્લબ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થામાં સિનિયર સીટીઝન મહિલાઓ જેને માત્ર આનંદમાં રાખવા ગેઇમ રમાડવી, હેલ્થને લગતા કાર્યક્રમો કરવા તેમજ તેમનાં જન્મદિવસની ઉજવણી, તહેવારોની ઉજવણી, વિગેરે કાર્યક્રમો કરવામાં આવશે. આ સંસ્થામાં બ્હેનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ સંસ્થાનો હેતુ માત્ર વડીલોને હૂંફ આપવાનો તેમજ તેમને મનગમતી પ્રવૃત્તિઓ કરાવવાનો છે. હાલમાં ૧૧૧ બહેનો જોડાયા છે. આજે ભાવનગરની અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવશે.