સીદસર મેઘાણીનગરના હાઉસીંગ બોર્ડનાં વસાહતીઓ દ્વારા લાંબા સમયથી રોડ, ગટર, પાણી સહિતની પ્રાથિમક સુવિધાની માંગ કરવામાં આવી રહી છે અને હાલનાં ઉનાળાનાં સમયમાં પાણીનો કકળાટ ચાલી રહ્યો છે. ત્યારે ૧૩૦૦ મકાન ધરાવતી આ સોસાયટીમાં રહીશોએ પ્રાથમિક સુવિધા નહીં અપાય તો મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવી દીધા છે અને લોકો એ રોષભેર રજૂઆતો પણ કરી હતી.