દેશમાં ટૂંક સમયમાં જ ૫૦ રૂપિયાની નવી નોટ ચલણમાં આવશે. ૫૦ રૂપિયાની નવી ચલણી નોટમાં રિઝર્વે બેંકના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે. જોકે નવી નોટ આવવાથી જૂની ૫૦ની નોટ પર કોઈ અસર નહીં પડે. આરબીઆઈએ કહ્યું કે ૫૦ રૂપિયાની તમામ નોટ ચલણમાં રહેશે. નીલા રંગની નવી ૫૦ રૂપિયાની નોટ પણ મહાત્મા ગાંધીની સીરિઝમાં જારી થશે અને પાછળના ભાગમાં રથ સાથે હમ્પી મંદિરની તસવીર સાથે ડિઝાઈન કરાયેલી છે. નોટમાં માત્ર એક જ બદલાવ એ છે કે તેમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે. કેમ કે આ પહેલા ૧૮ ઓગસ્ટ ૨૦૧૮માં આરબીઆઈએ નવી ૫૦ રૂપિયાની નોટની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેમાં બદલાવ કરીને ગવર્નર શક્તિકાંત દાસની સહી વાળી નોટ ટુંક સમયમાં બજારમાં જારી કરશે. શક્તિકાંત દાસને ડિસેમ્બર ૨૦૧૮માં આરબીઆઈના ગવર્નર બનાવ્યા હતા.