ગૂગલે મદ્રાસ હાઈકોર્ટના આદેશોનું પાલન કરતા ભારતમાં અત્યંત લોકપ્રિય બનેલી વીડિયો એપ્લિકેશન ટિકટોકને બ્લોક કરી દીધી છે. હવેથી ગૂગલના પ્લે સ્ટોર એપ્સથી ટિકટોક વીડિયો એપ ડોઉનલોડ કરી શકાશે નહીં. ચીનની કંપની મ્અીંઙ્ઘટ્ઠહષ્ઠી ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅએ મદ્રાસ હાઈકોર્ટમાં આ એપ્લિકેશન પરથી પ્રતિબંધ હટાવવા અપીલ કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ટિકટોક એપમાં ભારતના સૌથી વધુ યુઝર્સ છે તેથી જો ભારતમાં આ એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો ચીનની કંપની મ્અીંઙ્ઘટ્ઠહષ્ઠી ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ પર માઠી અસર પડે તેમ છે.
મદ્રાસ હાઈકોર્ટે ત્રીજી એપ્રિલે કેન્દ્ર સરકાર સમક્ષ ટિકટોક પર પ્રતિબંધ લાદવા માટે અપીલ કરી હતી. આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે, ટિકટોક એપ પૉર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે તેમજ આ એપ બાળકોને યૌન હિંસક બનાવી રહી છે. ટિકટોક એપ પર અશ્લિલ સામગ્રી પીરસવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
ભારતમાં ટિકટોક એપ હજી પણ એપલના પ્લેટફોર્મ પર મંગળવારે મોડી રાત સુધી ઉપલબ્ધ હતું, પરંતુ ગૂગલના પ્લે સ્ટોર પરથી આ એપને હટાવી દેવાઈ છે.