ભાવનગરની મહિલા ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજાએ ઇન્ટરનેશનલ ફોટો પ્રદર્શનમાં ભાગ લઇને ભાવનગરનું ગૌરવ વધારેલ છે. ૧૮ વર્ષની વયે ફોટોગ્રાફીની શરૂઆત કરીને ભાવનગર, રાજકોટ, અમદાવાદ, પુના, ગોવા, સીમલા, અમૃતસર વગેરેમાં ફોટો પ્રદર્શનો યોજ્યા છે. તેઓનું ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતે લલીતકલા અકાદમીની સહાયથી ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. સીમલામાં દેશના ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. આ પહેલા પુનામાં ૧૨૫ ફોટોગ્રાફરોમાં તેઓ ભાવનગરના એકમાત્ર હતા.