બરવાળા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના બનાવનો છેલ્લા ચાર વર્ષથી નાશતો ફરતો આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો હતો.
આ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચૂટણી અંતર્ગત બોટાદ જીલ્લામાં ચુટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે હેતુથી હર્ષદકુમાર મહેતા તેમજ રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલિસ સ્ટેશનના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓની અટક કરવા માટેની કાર્યવાહિ કરવા સુચના અન્વયે બરવાળા પોલીસ મથકના આર.કે.પ્રજાપતિ સહિતના સ્ટાફ દ્વારા નાશતા ફરતા આરોપીને પકડવા તપાસ તજવીજ હાથ ધરવામાં આવતા બરવાળા પો.સ્ટે પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી ઉમેશ ઉર્ફ ફાલ્ગુન સવયલાલ તડવી રહે.વડોદરા નર્મદા વાળાને બરોડા એસ.ઓ.જી. દ્વારા પકડી પાડતા સદરહુ આરોપીનો કબ્જો બરવાળા પોલિસ દ્વારા મેળવી નાસતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી ઉમેશ ઉર્ફ ફાલ્ગુન સવયલાલ તડવી સને ૨૦૧૪ મા ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૫૯૧ કિ.રૂા ૧,૮૯,૬૦૦/-ના ગુન્હામા સંડોવાયેલ હતો અને છેલ્લા ચાર વર્ષથી નાશતો ફરતો હતો.