રાજુલાના માત્ર સેવાકીય પ્રવૃત્તિ કરતા જય ભવાની યુવા ગૃપ મિત્રોના સહયોગથી દેશની રક્ષા કરતા કરતા પુલવામા શહિદ થયેલ જવાનોના પરિવારના સીધા ખાતામાં લાખો રૂપિયા એક્ઠા કરી જમા કરાવ્યા. રાજુલાના એક એવા ગૃપ કે જેના કોઇ પ્રમુખ નહીં કોઇ રાજકીય ક્ષેત્ર પણ જવાની આશા પણ નહીં, ગૃપમાં કોઇનું નામ પણ નહીં, દિવાળી, ઉત્તરાયણ જેવા હિન્દુ તહેવારોમાં ગરીબોની વસ્તીમાં ગરીબો સાથે હિન્દુૃ-મુસ્લીમના ભેદભાવ વગરકિટોનું વિનામુલ્યે વિતરણ કરી ઉજવે છે અને માત્રને માત્ર સેવાકીય પ્રવૃત્તિ સિવાય કોઇ વાત નહીં તેવા રાજુલાના સુપ્રસિદ્ધ જય ભવાની યુવા ગૃપ દ્વારા અને ભાઇબંધ મિત્રોના સહયોગથી ગત પુલવામા આપડા વિર ફૌઝી જવાોના પરિવાર માટે લાખો રૂપિયા એક્ઠા કરવા પોતાના ઘરના નોકરીના કામો પડતા મુકી રૂપિયા એક્ઠા કર્યા જેમાં શહિદો થયેલ ભારત સરકારે જાહેર કરેલ શહિદોના પરિવારના બેંક ખાતામાં જમા રાજસ્થાનના બે શહિદ પરિવારને રૂા.૧૦૨૨૨૨ ને આર્થિક મદદરૂપે સીધા બે શહિદો પરિવારના ખાતામાં જમા કરાવી દિધા જેમાં શહિત વિર નારાયણ લાલ ગુર્જરના પરિવારને ૫૧૧૧૧ તેમજ વિર શહિદ રોહિતાશ લાંબાના પરિવારને આર્થિક સહાય પેટે રૂા.૫૧૧૧૧ તેમના બેંક ખાતામાં સીધા જમા કરાવી દીધાથી રાજુલા તથા પીપાવાવનું જય ભવાની યુવા ગૃપના બાબુભાઇ વાઘ-રામપરા, જયરાજસિંહ વાળા, મહાવીરભાઇ વાળા, તેમજ તુષારભાઇ બારોટે શહિદોના પરિવારની આર્થિક મદદ કરી રાષ્ટ્રભક્તિ અદા કરી તેમજ જય ભવાની ગૃપના બહોળી સંખ્યામાં યુવાનો હોય તે તમામને રાજુલા અને જાફરાબાદની જનતાએ શુભેચ્છા પાઠવી હતી.