અમરેલી જીલ્લા માંથી પોલીસ ના નાક નીચે થી અબોલપશુ કતલખાને ધકેલવા ના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે અને પોલીસ ને કરવા ની કામગીરી બાબરા ના જીવદયા પરિવાર ના સભ્યો દ્વારા કરવા માં આવી રહીછે છેલ્લા ૫ વર્ષ માં બાબરા જીવદયા ગ્રુપ દ્વારા જીવ ના જોખમે અંદાજે ૩૦૦૦ થી વધુ કતલખાને ધકેલાતા અબોલ પશુ ઝડપી અને પોતે ફરીયાદી બની પોલીસ માં આવા નિર્દયી લોકો સામે અવાઝ ઉઠાવવા માં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ બાબરા પશુ અત્યાચાર નિવારણ સોસાયટી અને જીવદયા ગ્રુપ ના મૌલિકભાઈ તેરૈયા તેમજ સભ્યો ને ગત મોડી રાત્રી ના મળેલી માહિતી મુજબ બાબરા તાલુકા ના બળેલપીપળીયા ગામ વિસ્તાર માં રાત્રી ના સમયે બ્લેક કલર ની ઈન્ડીગો કાર નં.જી.જે ૧૫ ડી.ડી ૬૪૧૭ માં ત્રણ લોકો નધણીયાતા ગૌવંશ જીવ વાછરડા ની તસ્કરી કરી અને ચિતલ ખાતે બિન અધિકૃત ચાલતા કતલખાના માં ધકેલવા ની પેરવી કરી રહ્યા છે જેથી જીવદયાગ્રુપ સહિત ટીમ ના ગજેન્દ્રભાઈ શેખવા દ્વારા પશુ તસ્કરી કરનારા ને ઝડપી પાડવા ચિતલ નજીક ના મોણપુર ગામે વોચ રાખી અને પોલીસ મદદ માંગી સયુક્ત ઓપરેશન માં બાતમી મુજબ ત્યાંથી પસાર થતી કાર રોકવા પ્રયાસ કરવા છતાં કાર ચાલક ફિલ્મી ઢબે નાસવા લાગ્યા બાદ પોલીસ વેને પીછો કરતા કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર ખાળિયા માં ઉતરી જતા અંધારા નો લાભ ઉઠાવી કાર માં બેઠેલા પશુ તસ્કરો કાર મૂકી નાશી છૂટ્યા હતા
જીવદયા પ્રેમી દ્વારા બાબરા પોલીસ મથક માં આપેલી ફરિયાદ અરજ માં જણાવ્યા મુજબ ઈન્ડીગો કાર ની ડેકી તેમજ સીટ નીચે ખીચોખીચ અને પગ બાંધી રાખેલા ચાર ગૌવંશ જીવ મળી આવ્યા હતા અને કાર અંદર ની ભાગી છુટેલા તસ્કર શખ્સો ની ઓળખ મોહીન મહેબુબ કાલવા, મોસીન ઉસ્માન કાલવા, રમઝાન મહમદ કાલવા રે.તમામ ચિતલ તા.અમરેલી હોવાનું જણાવતા તમામ સામે ગુનો રજીસ્ટર કરવા માં આવ્યો છે
હાલ પોલીસે ઈન્ડીગો કાર કીમત રૂ ૫૦૦૦૦ તેમજ અબોલ જીવો કીમત રૂ ૪૦૦૦ મળી કુલ ૫૪૦૦૦ નો મુદ્દામાલ ઝપ્ત કરી અને ગૌવંશ જીવો ને પાંજરાપોળ માં સુરક્ષિત રાખી પશુ તસ્કરો ની શોધખોળ શરૂ કરી છે
બનાવ અંગે જીવદયા પ્રેમી મૌલિકભાઈ તેરૈયા માણસુરભાઈ વાળા પ્રશાંતભાઈ ચુડાસમા ગજેન્દ્રભાઈ શેખવા સહિતે જીલ્લા પોલીસ કંટ્રોલ હકીકત જણાવી મદદ માગવા માં આવતા અમરેલી તાલુકા પોલીસ મથક ના એ.એસ.આઈ મનસુખભાઈ ડાભી દોડી આવ્યા હતા અને અબોલ પશુ બચાવવા સંયુક્ત દોડધામ કરી માનવતા મહેકાવી હતી.