બળાત્કારનાં ગુન્હાનો ફરાર આરોપી સીદસરથી ઝડપાયો

849

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો રાજપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો સાથે ભાવનગર શહરે વિસ્તારમાં ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સીદસર ગામ પાસે  આવતા રાજપાલસિંહ સરવૈયા તથા જીતેન્દ્રસિંહ ઝાલાને સયુકત બાતમીરાહે હકિકત  મળેલ કે પાલીતાણા રૂરલ  પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામે નાસ્તો ફરતો આરોપી નાનજીભાઇ ખીમજીભાઇ સોલંકી/વણકર રહે. ભીકડા  વાળો સીદસર ચોકડી એ  ઉભો છે તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા રસ્તે જતા બે પંચના માણસોને બોલાવી નામ/સરનામું પુછતા પોતાનું નામ નાનજીભાઇ ખીમજીભાઇ સોલંકી/વણકર ઉવ. ૨૯ રહે. ભીકડા ગામ તા. ઘોઘાવાળો હોવાનું જણાવેલ. મજકુરની પુછપરછ કરતા ગુન્હો કરેલાનો એકરાર કરતા મજકુર ને પંચો રૂબરૂ સીઆરપીસી -૪૧ (૧)  મુજબ ઘોરણસર અટકાયત કરવામાં આવેલ છે. આગળની કાયર્વાહી કરવા વરતેજ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

Previous articleભાવનગરનાં વયોવૃદ્ધ મતદારોનો મતદાન માટે થનગનાટ
Next articleબરવાળા પંથકમાં પોલિસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજાયું