બરવાળા પોલિસ સ્ટેશન વિસ્તારમાં ચુંટણી અનુસંધાને ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતુ.જેમાં બરવાળા પોલિસ સ્ટાફ તેમજ સી.આઇ.એસ.એફ.ની ટીમના કર્મચારીઓ ગામની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલીંગમાં જોડાયા હતા. આગામી દિવસોમાં લોકસભા-૨૦૧૯ ની ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી પ્રક્રિયા બોટાદ જીલ્લા સહિત બરવાળા તાલુકામા ચુંટણી સંપુર્ણ સુલેહ શાંતિપુર્ણ રીતે યોજાય તે હેતુથી બરવાળા પોલિસ સ્ટેશનના આર.કે. પ્રજાપતિ( પીએસઆઇ), પોલીસ સ્ટાફ તેમજ સી.આઇ .એસ.એફ.ની ટીમ દ્વારા બરવાળા શહેર, ખાંભડા, બેલા, કુંડળ,કાપડીયાળી, ઢાઢોદર, નાવડા, ખમીદાણા, રોજીદ, શાહપુર સહિતના ગામોની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતુ.