સિહોર શહેર સહિત તાલુકામાં આસ્થાભેર હનુમાન જયંતિ ની શાનદાર ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરી ને રામાયજ્ઞ, હોમ, બટુકભોજન, મૂર્તિ પૂજન, મહાપ્રસાદ તથા મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે શાંત હનુમાન ખાતે પણ પૂજન,મહાપ્રસાદ અને મહાઆરતી નું આયોજન શાંત હનુમાન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે,ચેતન હનુમાન, તથા સુપ્રસિદ્ધ એવા સિહોર ના ડુંગર પર બિરાજમાન હનુમાનધારા ખાતે તા ૧૭ ના રોજ રામાયજ્ઞ નું સવારે ૯ઃ૩૦કલાકે આયોજન કરેલ છે તથા તા ૧૮ ના રોજ રામાયજ્ઞ, બટુકભોજન રાખવામાં આવ્યું છે તથા હનુમાન જયંતિ નિમિતે સવારે ૭ કલાકે સુંદરકાંડ સાંજે ૭ કલાકે મહાપ્રસાદ ૯ કલાકે રામધૂન તથા ૧૨ કલાકે મહાઆરતી આમ ત્રિદિવસીય આયોજન હનુમાનધારા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ભાવિકોને દર્શન તથા મહાપ્રસાદ નો લાભલેવા અનુરોધ કરવામાં આવ્યો છે.