આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારી ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા માટે મૂકેલા સરકારી કર્મચારીઓ માટે આજે અંતિમ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ મતદાનના દિવસે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય આજે તેમના માટે મતદાન કરાવાયું હતું. એમ.જે.કોલેજ અને મહિલા કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.